(IMAGE - IANS)Chaturangini Sena Sabha: વારાણસીના વિદ્યામઠ આશ્રમ ખાતે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે સનાતન પ્રતીકોની રક્ષા અને હિન્દુ સમાજમાં સુરક્ષાનો ભાવ જગાડવા માટે 'ચતુરંગિણી સેના સભા'ની રચના કરવાની જાહેરાત કરી છે. શંકરાચાર્યના જણાવ્યા અનુસાર, સમાજમાં વ્યાપી ગયેલા ડરને દૂર કરવા અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આ સંગઠન એક મજબૂત માળખું પૂરું પાડશે.