પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની મંગળવારે તબિયત બગડી હતી, જેના પગલે તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમની સાથે પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલમાં આવ્યા હતા. જો કે, રાહુલ ગાંધી થોડો સમય હોસ્પિટલમાં રોકાયા બાદ ત્યાંથી રવાના થયા હતા, જ્યારે પ્રિયંકા ગાંધી હોસ્પિટલમાં તેમની સાથે હોવાનું જાણવા મળ્યું છે. ડૉક્ટરોની ટીમ તેમની સંભાળ લઈ રહી છે. હાલમાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. તેમને સાવચેતીના ભાગર...