ગુરુગ્રામના સોહના વિસ્તારમાં સેક્ટર 33 ખાતે સેન્ટ્રલ પાર્ક ફ્લાવર વેલીમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ દેશનું પ્રથમ 'LPG ATM' એટલે કે ગેસ વેન્ડિંગ મશીન શરૂ કર્યું છે. તેને 'ભારત ગેસ ઇન્સ્ટા LPG' નામ આપવામાં આવ્યું છે. આ ઉત્તર ભારતમાં આ પ્રકારની પ્રથમ સ્વચાલિત સિસ્ટમ છે, જે 24 કલાક ખુલ્લી રહે છે અને રાંધણ ગેસ સિલિન્ડરની તાત્કાલિક મળી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી દેશભરમાં LPG સપ્લાય ચેઇનમાં વિલંબ, મિડલ ઇસ્ટમાં તણાવ અને ગભરાટભરી બુકિંગને કારણે ગેસ સિલિન્ડરની અછત...