Gold Silver Price : મિડલ ઈસ્ટમાં છેલ્લા 24 દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 5 દિવસના સીઝફાયરની જાહેરાત કરવામાં આવતાં જ વૈશ્વિક બજારોમાં તેજીનો કરંટ જોવા મળ્યો છે. આ પોઝિટિવ સેન્ટિમેન્ટની અસર આજે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. જ્યાં મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઉછાળા સાથે ખુલ્યા છે.સેન્સેક્સમાં 1100 પોઇન્ટની તેજીસોમવારે 1836 પોઇન્ટના કડાકા સાથે બંધ થયેલું બજાર આજે ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું.